વડોદરા રેલવે સ્ટેશન પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (રેલવે)ની સૂચનાથી સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ તા. 19/11/2025ના રોજ એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવ્યું.


ટિકિટ વિના મુસાફરો સામે કાર્યવાહી

ચેકિંગ દરમિયાન, ટિકિટ વગર મુસાફરી કરનારા કુલ 161 મુસાફરો પકડાયા અને તેમની પાસેથી કુલ રૂ. 50,115નો દંડ વસૂલ કરવામાં આવ્યો. ટિકિટ વગર મુસાફરી કરનારા ઉપરાંત, મહિલા અને વિકલાંગ કોચમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી.

લોકઅદાલત વિશે પણ જાણકારી આપવામાં આવી

ટિકિટ વગર મુસાફરોને આગામી તા. 13 ડિસેમ્બરે યોજાનારી લોકઅદાલત વિશે પણ જાણકારી આપવામાં આવી.


આ પણ વાંચો---- Bhavnagar : રબારી સમાજે ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલા સામે કડક કાર્યવાહીની માંગણી કરી

  • Follow us on: