વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પ્રાઇવેટ વાહનો દ્વારા મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન 150 કેસ નોંધાયા, 53 વાહનો ડિટેન કરવામાં આવ્યા અને અન્ય વાહનો પાસેથી કુલ રૂ. 1,87,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
સંયુક્ત કાર્યવાહી
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ના અધિકારી જે. કે. પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર. ડી. ગળચરના માર્ગદર્શન હેઠળ, મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા સંયુક્ત ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી હતી.













