વડોદરામાં લેબર કોન્ટ્રાક્ટ મેળવનારા શખ્સે ખોટી વીમા પોલીસી બનાવતા તેની સામે ફરિયાદ નોંધાઇ છે. કપુરાઇ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
શું હતી ફરિયાદ
કપુરાઇ પોલીસમાં અલ્પેશ હરીલાલ રાણાએ મેસર્સ ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજી રાજકોટના માલિક ગિરીશ નાનજી સોલંકી (રહે, વિંસેઝા હાઇડેક ગાર્ડીયન ટાવર, કલાલી રોડધ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ 4 મે 2025થી આજદિન સુધી જાંબુઆ સ્થિત જીઇબી જેટકો કંપનીમાં ગિરીશ સોલંકીએ લેબર કોન્ટ્રાક્ટર મેળવેલો હતો અને તેના કોન્ટ્રાક્ટમાં જે માણસો કામ કરતા હતા તેમનો અને તે સામાનનો વીમો લેવાનો હતો અને આ વીમો પોલીસી લેવા માટે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ગિરીશ સોલંકીએ ખોટી વીમા પોલીસી બનાવી હતી













