વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 10થી 15 શખ્સોએ યુવાન કર્ણવિર મનોજભાઈ પટેલનું અપહરણ કરી, પિસ્તોલ જેવું હથિયાર બતાવી રૂ. 2 લાખ પડાવી લીધા હતા અને યુવાને 91 હજાર ડોલરનો પેમેન્ટ ન પહોંચી હોવાનું કારણ આપતા આરોપીઓએ વધુ રૂ. 10 લાખની માંગણી કરી, નહી તો ફરીથી અપહરણ અને મારનો ધમકી આપી હતી. પિસ્તોલ જેવુ હથિયાર બતાવી આ ચાલશે તો કોઇ સગી નહી થાય તારે જીવવુ હોય તો રૂપિયા મંગાવી લે તેમ જણાવ્યું હતું. આ લોકોએ મને મારતો વીડિયો બનાવ્યો હતો. અને કબુલાત કરાવી હતી કે ડમ્પર દ્વારા કરેલી માટીના કામના રૂ. 50 લાખ લેવાના છે. ત્યારબાદ રૂપિયા 10 લાખ પડાવવા માટે ફરીથી ધમકી આપી હતી.

શું છે સંપૂર્ણ મામલો


વર્ષ 2024ના ઓગસ્ટમાં યુવાને અમેરિકામાં રૂ. 91 હજારનું પેમેન્ટ હેન્ડલ કરવાનું કામ સ્વીકાર્યું.નવેમ્બર 2024માં યુવાન ડ્રાઇવર સાથે રાજકોટ–વડોદરા જતા સમયે સૈયલા વિસ્તારમાં 10થી 15 શખ્સોએ તેને બળજબરીથી એક ફાર્મ પર લઈ જવાથી માર મારી, શર્ટ ફાડી, બે મોબાઇલ અને સ્માર્ટ વોચ લૂંટી લીધી. રામ મોરીએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી, યુવાનને જીવ બચાવવા માટે રૂપિયા લાવવા કહ્યું. આરોપીઓએ યુવાનનો મારતો વીડિયો પણ બનાવ્યો અને કબુલાત કરાવી.



કાયદાકીય કાર્યવાહી


છાણી પોલીસ સ્ટેશનમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હર્ષિલ રબારી, અજય દાઢી, લાલો ભરવાડ, રામ મોરી, નવઘણ રબારી અને હાર્દિક ડોગરે વિરુદ્ધ ગુનો નોંધાઈ, ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

  • Follow us on: