વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે વલસાડની યુવતીને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી 8.25 લાખ પડાવ્યા હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મિલને મહિલાને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવવાની વાત કહી રૂ. 9.80 લાખ વસૂલ્યા
વલસાડની યુવતી જીનલબેન ગણપતભાઈ પટેલ સાથે વડોદરામાં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ મિલીનકુમાર ઇન્દ્રવદન પટેલે વિશ્વાસઘાત કર્યો છે. મિલને મહિલાને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવવાની વાત કહી રૂ. 9.80 લાખ વસૂલ્યા હતા પરંતુ વિઝા નથી આપવામાં આવ્યા.













