વડોદરા જિલ્લાના અણખોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ અને તેમની પત્ની સાથે ઑનલાઇન છેતરપિંડીનો ગંભીર કેસ સામે આવ્યો છે. દંપતીના મોબાઇલ પર ઈન્ડસઇન્ડ બેંકના નામેથી મોકલાયેલી ફિશિંગ લિંક પર ક્લિક કરતા જ થોડા જ મિનિટોમાં બંનેના બેંક ખાતામાંથી કુલ રૂ. 3,01,500 ઠગો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા. આ મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


દંપતીને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો

દંપતીને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો .મેસેજમાં ઈન્ડસઈન્ડ બેંકનું ડિસ્પ્લે પિક્ચર હોવાથી તેને સાચો માની લિંક પર ક્લિક કર્યું. લિંક ક્લિક કરતાં જ મોબાઈલ ઓટોમેટિક મોડમાં ચાલ્યો ગયો અને OTP આવતા શરૂ થયા.

કુલ 3,01,500ની રકમ ડેબિટ થઈ ગઈ

થોડી જ મિનિટોમાં તેમની પત્ની તરલીકાબેન જીતેન્દ્રભાઈ પટેલના ખાતામાંથી એક બાદ એક એમ ત્રણ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 2,87,000 અને જીતેન્દ્રભાઈના ખાતામાંથી 14,500 મળી કુલ 3,01,500ની રકમ ડેબિટ થઈ ગઈ હતી

દંપતીએ મોબાઇલ ફેક્ટરી રિસેટ કરી દીધો

ઠગાઈની જાણ થતાં જ દંપતીએ મોબાઇલ ફેક્ટરી રિસેટ કરી દીધો અને સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરી જાણ કરી મંજુસર પોલીસ મથકે વિગતવાર ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો---- Vadodara : પોલીસ સ્ટેશને પહોંચેલા યુવકે કહ્યું..." સર...મેરી લડકી કો વો જ્યાદા મારતી હતી તો મેરે કો ગુસ્સા આયા ઓર મૈ ને...."

  • Follow us on: