વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાંડી ગામમાં ફાર્મ હાઉસમાં થયેલી ફાયરિંગની ઘટનામાં ભાદરવા પોલીસે ફાયરિંગ કરનારા આરોપી ફાર્મ હાઉસના માલિક છગન પટેલને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.


 ગુમ થયેલી યુવતીને ડભોઇથી શોધવા આવેલા પાંચ ઈસમો પર ફાયરિંગ કર્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગુમ થયેલી યુવતીને ડભોઇથી શોધવા આવેલા પાંચ ઈસમો અને ફાર્મ હાઉસના માલિક છગન પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તે દરમિયાન છગન પટેલે ફાયરિંગ કર્યું, જેમાં એક ફાયર હવામાં અને બીજું ફાયર ડભોઇથી આવેલા ઈસમો જ્યારે ઈકો કારમાં પરત જતા હતા તે સમયે થયું. આ ફાયરિંગમાં નિમેશ બારીયા નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

 રિવોલ્વરનું લાયસન્સ રિન્યુ થયેલું નથી

પોલીસે તપાસ દરમિયાન શોધી કાઢ્યું કે, છગન પટેલની રિવોલ્વરનું લાયસન્સ રિન્યુ થયેલું નથી. તેના ફાર્મ હાઉસમાં જિલ્લા ઉપપ્રમુખ, ભાજપની નેઇમ પ્લેટ વાળી કાર મળી આવી હતી, જોકે પ્રાથમિક તપાસમાં તે હકીકતમાં ભાજપના કોઈ હોદ્દા પર નથી તેવું જણાયું છે.

પોલીસ તપાસ શરુ

પોલીસ હવે ઘટનાઓની વિસ્તૃત તપાસ કરી રહી છે અને તમામ સાબિતીઓ એકત્ર કરી રહી છે.


આ પણ વાંચો----     AMC જાહેર કાર્યક્રમો માટે પાણીની ખરીદી કરશે, પોતાનો જ પ્લાન્ટ બંધ હોવાથી 50 લાખના ટેન્ડરને અપાઇ મંજૂરી

  • Follow us on: