સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતો કિસ્સો બહાર આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે જ જાહેર માર્ગ પર જ કારમાં દારુની મહેફિલ ચાલી રહી હોવાનો દાવો કરાયો છે.
સંસ્કારી નગરી વડોદરાને કલંક લગાડતો એક કિસ્સો
સંસ્કારી નગરી વડોદરાને કલંક લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલની નજીક ત્રણ યુવકો કારમાં બેઠા હતા, જેમાં આગળ બેસેલા યુવકે જાહેર સ્થળે દારૂ પી રહ્યો હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે













