વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નવા બનાવેલા રોડને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આશરે એક મહિના પહેલા જ આ રસ્તો બનાવાયો છે પણ રસ્તો હલકી કક્ષાનો બનાવામાં આવ્યો છે.
16 મીટરને બદલે 14 મીટરનો રોડ બન્યો
સ્થાનિકોએ કહ્યું હતું કે 16 મીટરનો રોડ બનાવવાની જાહેરાત છતાં રોડ માત્ર 14 મીટરનો જ બનાવ્યો છે અને તેની ગુણવત્તા પણ હલકી છે.













