વડોદરા શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના રૂપમ ટોકીઝ નજીક હોર્ન મારવાના મુદ્દે કાર ચાલક પર કેટલાક બાઈક સવારોએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
બાઈક સવારોએ કાર ચાલકને રસ્તામાં આંતરીને મારામારી શરૂ કરી
મળતી માહિતી મુજબ કાર ચાલક પેટ્રોલ પંપમાંથી કાર લઈને બહાર નીકળ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલા બાઈક ચાલકો સાથે હોર્ન મારવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બાઈક સવારોએ કાર ચાલકને રસ્તામાં આંતરીને મારામારી શરૂ કરી હતી.













