વડોદરામાં બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
છેલ્લા સાત મહિનાથી ફરાર હતો
માહિતી મુજબ આરોપી ગણેશ રાઠવા છેલ્લા સાત મહિનાથી ફરાર હતો. જોકે પોલીસ દ્વારા સતત શોધખોળ બાદ તેને ઝડપી લેવામાં સફળતા મળી છે. આરોપી યુવાનોને બરોડા ડેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી તેમને ફસાવતો હતો.













