વડોદરા જિલ્લામાં 'સંદેશ ન્યૂઝ'ના અહેવાલની એક ખૂબ જ મોટી અને વ્યાપક અસર જોવા મળી છે. સાધલી-અવાખલ મેઈન રોડ પર જાહેર માર્ગ પર ખુલ્લામાં ફેંકવામાં આવેલા જોખમી બાયોમેડિકલ વેસ્ટ અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા આ વેસ્ટના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વડોદરાનું સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું હતું. અહેવાલના ગણતરીના કલાકોમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ઝીણવટભરી તપાસ શરુ કરાઇ
મળતી માહિતી અનુસાર, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તાલુકા હેલ્થ ઓફિસરની વિશેષ ટીમે સાધલી-અવાખલ મેઈન રોડ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.













