વડોદરાના ગોરવા વિસ્તારમાં એક સહકર્મીએ ચાર કર્મચારીઓ પાસેથી સોનું સસ્તામાં અપાવવાનું કહીને 13.85 લાખ રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ કૌભાંડની પૃષ્ઠભૂમિ એવી છે કે, આરોપીએ ચારેય કર્મચારીઓને સસ્તામાં સોનું ઉપલબ્ધ કરાવવાનું વાયદો કરીને તેમને લાલચ આપી હતી અને પછી મોટી રકમ ખંખેરી હતી


 સસ્તામાં એસી પણ અપાવ્યું

પોલીસ ફરિયાદ મુજબ ગોરવા એલેમ્બિકનગરમાં રહેતા નવીન મહેતો એલેમ્બિક બિઝનેસ પાર્કમાં આવેલી આર્ચર ટ્રાન્સનેશનલ સિસ્ટમ પ્રા લીમાં નોકરી કરે છે અને તેની સાથે જીતેન્દ્રસિંહ રાજપુરોહીત પણ નોકરી કરે છે. જીતેન્દ્રસિંહે નવીનને પોન્ઝી સ્કીમ મારફતે ડિસ્કાઉન્ટમાં ઇલેકટ્રોનીક સામાન તથા સસ્તામાં સોનુ અપાવે છે તેવી વાત કરીને સસ્તામાં એસી પણ અપાવ્યું હતું

 સોનુ આપ્યું ન હતું અને ગલ્લા તલ્લા કર્યા

ત્યારબાદ વિશ્વાસ આવતા નવીને સોનુ ખરીદવા માટે જીતેન્દ્રસિંહને 5.40 લાખ આપેલા હતા ત્યારે જીતેન્દ્રસિંહે તેમને 70 ગ્રામ સોનુ આપશે તેવી વાત કરી હતી પણ ત્યારબાદ સોનુ આપ્યું ન હતું અને ગલ્લા તલ્લા કર્યા હતા. તેણે પૈસા પણ પરત આપ્યા ન હતા

 કુલ 13.85 લાખ પડાવ્યા

આ જ રીતે જીતેન્દ્રસિંહે નવીનની સાથે નોકરી કરતા હરપુનીતસિંગ સાગર પાસેથી સસ્તામાં સોનુ અપાવાની લાલચ આપી 1.83 લાખ, મહેબુબ હુસેન પઠાણ પાસેથી 49 હજાર તથા રોનક રાણા પાસેથી 3.11 લાખ પડાવ્યા હતા અને કુલ 13.85 લાખ પડાવ્યા હતા. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી


આ પણ વાંચો---  Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: