ઉત્તરાયણ પર્વ દરમિયાન વડોદરા શહેરમાં પતંગ અને ચાઈનીઝ દોરા સાથે જોડાયેલી અનેક દુર્ઘટનાઓને કારણે માણસ અને પક્ષીઓ બંને પર અસર થઈ છે. શહેરમાં કરુણા અભિયાન હેઠળ 42 કેમ્પો લાગ્યા, જેમાં માત્ર એક જ દિવસમાં 350થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી.


 યુવકના ગળામાં ચાલતી બાઇકે ચાઈનીઝ દોરો ફસાયો

જ્યુબીલીબાગ પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચેલા એક યુવકના ગળામાં ચાલતી બાઇકે ચાઈનીઝ દોરા ફસાતા તે ઇજા પામ્યો હતો. તેને તાત્કાલિક સારવાર જીવદયા પ્રેમીઓ અને વોલન્ટીયરો દ્વારા અપાઇ હતી.

 ચાઈનીઝ દોરાઓ વધુ પ્રમાણમાં વેચાયા

વોલન્ટીયરો જણાવે છે કે, પકડાયેલા ચાઈનીઝ દોરાઓની તુલનામાં બજારમાં વધુ પ્રમાણમાં ચાઇનીઝ દોરા વેચાણ થઇ રહ્યું છે અને તેના કારણે ઉતરાયણ પર્વ મનુષ્ય અને પક્ષીઓ માટે ઘાતક બની રહ્યું છે.

4 વ્યક્તિને દોરાના કારણે ઇજા

ઉત્તરાયણ દરમિયાન માણસો માટે પણ જોખમ વધ્યું છે. શહેરમાં દોરા, અકસ્માત અને મારામારીના કારણે કુલ 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં 4 લોકો સીધી રીતે દોરા સાથે ઈજાગ્રસ્ત થયા. સમગ્રમાં 30 ઈજાગ્રસ્તો એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વીજ વાયર અડકી જતા એક યુવકનું મોત નીપજ્યું

દુર્ભાગ્યવશ, વીજ વાયર અડકી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. 


આ પણ વાંચો---   BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

  • Follow us on: