નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરાઇ હતી.
ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન
રાજ્ય સરકાર દ્વારા સાંસદ અને ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રભારી મંત્રી હોદ્દાની રૂએ તે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટર આયોજન મંડળના અનુક્રમે ઉપધ્યાક્ષક અને સહઉપાધ્યક્ષ હોય છે.
આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે
સામાન્ય રીતે સાંસદ અને ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાંટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રીયા થકી જ જાય છે. આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે. જેથી વિકાસની પ્રક્રીયામાં લોકપ્રતિનિધિઓની સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે.
વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે
આયોજન મંડળમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને ૧૫ ટકા વિવેકાધીન ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત પાછલા વર્ષોમાં થયેલા મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે.
નગરપાલિકા માટે રૂ. 2.5 કરોડના આયોજનને મંજૂરી
વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા 15 ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ. 16 કરોડ તથા નગરપાલિકા માટે રૂ. 2.5 કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.
27 કામોનો સમાવેશ
આયોજન મંડળની ઉક્ત મંજૂરીમાં ગ્રામ્ય માર્ગોના ૬૯, પેવર બ્લોકના ૮૬, પાણી પુરવઠાના ૬૩, સ્થાનિક વિકાસના ૪૦, ભૂમિ સંરક્ષણના ૮૩, વસવાટના ૯૪૯૪, પ્રાથમિક શિક્ષણના ૧૨, પોષણના ૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે. સંઘવીએ આયોજન મંડળના કામો ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબત ઉપર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો---- Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ