વડોદરાના ફાઇનાન્સરે આર.સી. બુકમાં ફેરફાર કરીને ટેમ્પો વેચી દીધો છે. આ કૃત્યમાં આણંદના વેપારી ઈમરાનભાઇ અનવરભાઇ મિર્ઝા શિકાર બન્યા છે. મામલા અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીઓને ઝડપી પાડયા છે.
તપાસમાં જાણવા મળ્યું કે, ટેમ્પોની નંબર પ્લેટ ખોટી
પોલીસ ફરિયાદમાં ઈમરાનભાઇ મિર્ઝાના જણાવ્યા પ્રમાણે, તેમણે જૂન 2025માં આરીફ અનવરભાઇ પઠાણ પાસેથી 1.10 લાખમાં ટેમ્પો ખરીદ્યો હતો. આરીફે ટેમ્પો તેમના નામ પર આર.સી. બુક ટ્રાન્સફર કરી આપી હતી. જોકે, ટેમ્પો વેચવા ગયા ત્યારે તેઓને ખબર પડી કે ટેમ્પા પર મેમો ભર્યા ન હોવાથી વેચાણ શક્ય નથી. તપાસમાં જાણવા મળ્યું કે, ટેમ્પોની નંબર પ્લેટ ખોટી છે અને જે ટેમ્પો તેમને મળ્યો હતો, તેનો અસલી માલિક રાજેશ બાલુભાઇ વણકર છે. આર.સી.બુક મહેબૂબભાઇ પાસે હતા. તેનો ફાયદો ઉઠાવી આર.સી.બુકમાં ચેડાં કરીને મને ખોટી નંબર પ્લેટવાળો ટેમ્પો આપ્યો હતો. મને જે નંબરનો ટેમ્પો આપ્યો હતો. તે નંબરનો અસલ ટેમ્પો સયાજીગંજ ટ્રાફિક ઓફિસમાં છે.













