વ્યારા તાલુકાના માલીવાડ ગામે રહેતા રાહુલ જયવંતભાઈ વાનખેડે, જે શેર માર્કેટમાં ટ્રેડિંગનું બિઝનેસ કરે છે, તેણે પૈસાની જરૂરિયાત માટે લોન મેળવવાના પ્રયાસ દરમિયાન ગઠીયાઓએ તેની પાસેથી 9.93 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
નયના મનહરસિંહ મહિડા અને તેની ટોળકીને મળ્યો
માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાહુલની ફરિયાદ મુજબ, ગત વર્ષે શેર માર્કેટમાં નુકશાની થતા તેમને લોનની જરૂર પડી. બેન્કમાં અરજી દરમ્યાન, તેમના મિત્ર રાકેશ દેસાઈ (નવસારી) દ્વારા રાજેશભાઈ અભયસિંહ ચાવડા (લાડુબા નગર, મહેશ કોમ્પલેક્ષ, વાઘોડિયા રોડ) અને તેમની ભાગીદાર નયના મનહરસિંહ મહિડા (દીપ દર્શન સોસાયટી, ઓલ્ડ પાદરા રોડ) સાથે સંપર્ક કરાવ્યો હતો.
કુલ 9.93 લાખ રૂપિયા તેણે આરોપીઓને આપ્યા
તારીખ 2-7-2024ના રોજ રાહુલ સહયોગ ફાઈનાન્સની ઓફિસમાં ગયા હતા, જ્યાં તેમણે પાંચ કરોડની લોનની માંગણી કરી હતી. તેઓએ પહેલા 4.23 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા, પરંતુ લોન મળી નહોતી. ત્યારબાદ તેમને શિવકુમાર રાજારામ રાઠોડ (અમદાવાદ) સાથે પણ મળાવવામાં આવ્યો, જ્યાં રોકડામાં અને ઓનલાઇન રીતે 5.7 લાખ રૂપિયા વધુ આપ્યા, એટલે કુલ 9.93 લાખ રૂપિયા તેણે આરોપીઓને આપ્યા હતા
રાજેશ ચાવડાએ રાહુલ સાથે ઝપાઝપી કરી અને ધમકી આપી
તેમ છતાં લોન રાહુલને મળી ન હતી. રાહુલ વારંવાર લોકોની ઓફિસમાં ગયો હતો પરંતુ આરોપીઓ બહાના બતાવતા રહ્યા. ફેબ્રુઆરી 2025માં ઇન્દિરા કોમ્પલેક્સની ઓફિસમાં લોનની માંગણી કરતાં રાજેશ ચાવડાએ રાહુલ સાથે ઝપાઝપી કરી અને ધમકી આપી. હાલમાં,માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો