વડોદરા જિલ્લાની કરજણ પોલીસે પાદરાના સરકારી અનાજના કૌભાંડનો ખુલાસો કર્યો છે. કરજણ પોલીસે 185 બોરી અનાજ ભરેલો આઇસર ટેમ્પો જપ્ત કર્યો છે અને ગોડાઉન મેનેજર અને તેનો સહાયક ઝડપાયો છે


ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાનો હાથ

 માહિતી મુજબ સરકારી અનાજનો આ જથ્થો ગોડાઉનમાંથી સગેવગે કરીને ટેમ્પામાં ભરી લઈ જવાયું હતું. આ કૌભાંડમાં ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યા અને અનાજ ભરી જનાર કાના મીરનો હાથ હોવાનું સામે આવ્યું છે.

અક્ષય પંડ્યા અને કાના મીરની ધરપકડ કરી છે

કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યા અને કાના મીરની ધરપકડ કરી છે, જ્યારે ડ્રાઇવર અક્રમ સિંધી હજુ પોલીસની પકડથી દુર છે. પુરવઠા વિભાગે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ શરુ

 પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----     DIG નિર્લિપ્ત રાયે કહ્યું, બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવ્યાં, વાંચો, બીજું શું કહ્યું

  • Follow us on: