વડોદરા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ અને ગેમિંગના ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં મુખ્ય આરોપી એજાજ ફિરોઝમિયા અરબની ધરપકડ કરવામાં આવી છે, જેણે બનાવટી કંપનીના નામે અનેક બેંક ખાતા ખોલાવી અને તેનો દુરુપયોગ કર્યો હતો.


ખોટી ફર્મનો માલિક બતાવીને બેંકોમાં ખાતા ખોલાવ્યા

પોલીસને એજાજ પાસેથી 23 પાસબુક, 26 ડેબિટ કાર્ડ, 10 ચેકબુક, 5 સિમકાર્ડ, બે બેંક સંબંધિત ડાયરી અને બે નોટબુક, રબર સ્ટેમ્પ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એજાજે પોતાને “અધી એસ બેગ” નામની ખોટી ફર્મનો માલિક બતાવીને બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આરોપી અને તેના સાથીઓ નાહીદ બંજારા, અજહર લાકડાવાલા અને ફરહાન પટેલ દ્વારા ઓછી જાણકારી ધરાવતા લોકોને લલચાવી બેંક ખાતા ખોલાવવાના હતા.

ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન

તપાસમાં જાણવા મળ્યું છે કે, એજાજ અને તેના સાથીઓએ વિવિધ જગ્યાએ કીટો (ATM, સિમ કાર્ડ સહિત) મોકલાવી અને પછી તેને અનીશ કાનીના માધ્યમથી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે વપરાયું. આરોપીઓ આ એક વર્ષથી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા અને ઈન્ટરનેટ, એપ્લિકેશન્સ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહ્યા હતા.

આરોપીના ચાર દિવસના રિમાન્ડ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પકડાયેલા મુખ્ય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય ત્રણ સહભાગી હજુ ફરાર છે. તેઓએ આ તમામ કૌભાંડ પૂર્વ આયોજિત રીતે કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.


આ પણ વાંચો----    Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

  • Follow us on: