ઓનલાઈન માર્કેટની ડિમાન્ડ વધતાં લોકો હવે આંગળીના ટેરવે ખરીદી કરી રહ્યાં છે. ત્યારે ખાદ્ય સામગ્રી મંગાવતા લોકોને અનેક વખત કડવા અનુભવો થતા હોય છે. વડોદરાના બાજવાની એક મહિલાને ઓનલાઈન મિલ્ક પાવડર મંગાવતા કડવો અનુભવ થયો છે. આ મહિલાએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.
ઓનલાઇન મિલ્ક પાવડર મંગાવતા પહેલા ચેતજો
વડોદરાના બાજવાની એક મહિલાએ ઓનલાઈન વેબસાઈટ પરથી લેક્ટોડેક્સ કંપનીનો મિલ્ક પાવડર મંગાવ્યો હતો. આ પાવડર જ્યારે તેના ઘરે પહોંચ્યો અને તેણે પેકેટ ખોલીને જોયું તો તેમાં સફેદ અને કાળી જીવાત મળી હતી. આ મહિલાએ વેબસાઈટના નંબર પર ફોન કરતા જવાબ પણ એવો જ મળ્યો હતો. સરખો જવાબ નહીં મળતાં જ મહિલાને પછતાવો થયો હતો. ત્યાર બાદ આ મહિલાએ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી. હજી આ ઘટનામાં કોઈ ફરિયાદ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી.













