વડોદરાના તરસાલી રોડ સ્થિત આનંદ બાગ સોસાયટીમાં ઈલેક્ટ્રીક વસ્તુઓનો વેપાર કરતી દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.


મોબાઇલમાં સીસી ટીવી જોતા ભાંડો ફૂટ્યો

દુકાન માલિક રોહીત નીતિનભાઈ ગુંડેચાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગત 13મી તારીખે અને પરિવાર સાથે બહાર ગયા તે દરમિયાન તેમણે મોબાઇલમાં સીસીટીવી ચેક કરતા તેમની દુકાનમાં કામ કરતો કર્મચારી ગૌરાંગ બાબુભાઈ દલાલ (શરદનગર, તરસાલી) તિજોરી ખોલી અંદર રહેલા રોકડા અને દાગીનાની તપાસ કરતો હતો.

તિજોરીમાંથી રૂપિયા અને દાગીના ગાયબ

ફરી મકાન પર પાછા ફરતા માલિકોએ ચોરી અંગે ગૌરાંગને પૂછતાછ કરી ત્યારે તેણે ઇન્કાર કર્યો હતો પરંતુ સીસીટીવી રેકોર્ડિંગ બતાવતા માલિકોએ નોંધ્યું કે તિજોરીમાંથી રૂપિયા અને દાગીના ગાયબ હતા. દુકાન માલિકે જણાવ્યું કે તિજોરીમાંથી રૂ. 1 લાખ રોકડા અને અગાઉ પણ સોનાના દાગીનાં સાડા સાત તોલા લૂંટાઈ ગયા હતાં, પરંતુ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી.


આ પણ વાંચો----    Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા


  • Follow us on: