માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, વડોદરામાં બાળકી ઉપર ગરમ પાણી પર પડી હતી અને તે દાઝી ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી જયાં તેનું મોત થયું છે, વડોદરાના સમા વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.


બાળકી રમતા રમતા ચૂલાના લાકડા ઉપર પડી

એક તરફ બાળકી રમી રહી હતી અને બીજી તરફ ચૂલા પર પાણી ગરમ થઈ રહ્યું હતુ અને માતા-પિતા કામ કરી રહ્યાં હતા અને બાળકી ગરમ પાણીના ચૂલા પર પડી અને ઉકળેલું પાણી તેના પર પડતા તે દાઝી ગઈ હતી, સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું છે અને ડોકટરે પણ સંપૂર્ણ સારવાર કરી હતી પણ બાળકી દાઝી ગઈ હોવાથી તેને બચવાની શકયતા પણ ઓછી હતી, ત્યારે માતા-પિતા પણ શીખ લે કે, જયારે બાળક રમતું હોય કયાંય પણ તો તેની સાથે ઉભા રહો.

મૃતદેહને પીએમ માટે ખસેડાયો

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૂળ પંચમહાલનો બારીયા પરિવાર વડોદરામાં વસવાટ કરે છે.


આ પણ વાંચો : Sabarkantha News : સાબરકાંઠામાં ACBના મહિલા PIએ અધિકારીઓને કરી ટકોર, કહ્યું, સુધરી જજો બધાની બૂમો અમારા સુધી આવે છે


  • Follow us on: