વડોદરાના વાઘોડિયામાં રેશનિંગના સંચાલકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. વાજબી ભાવની દુકાનોના સંચાલકો ગ્રાહકોને ગ્રાહક દીઠ એક કિલો અનાજ ઓછુ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રાહકો અને સંચાલક વચ્ચે રકઝક થયા બાદ ગ્રાહકોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી હતી.
600 જેટલા રાશનકાર્ડ ધારકો જોડાયેલા છે
વડોદરાના વાઘોડિયાના વેડપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ આપતા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. અનાજ લેવા આવેલા ગ્રાહકોએ જ ઓછું અનાજ મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રાહક દીઠ એક કલાક ઓછું અનાજ મળતું હોવાના આરોપ લગાવાયા હતાં. આ સંચાલકની દુકાન સાથે 500થી 600 જેટલા રાશનકાર્ડ ધારકો જોડાયેલા છે.













