વડોદરામાં પત્નીએ પ્રેમીની હત્યા કરી છે અને પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરી છે અને મૃતકના ભાઈને ભાભી સામે શંકા જતા કર્યા હતા આક્ષેપ અને ઈર્શાદના મૃતદેહને બહાર કાઢી કરાયું હતું પોસ્ટમોર્ટમ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા પોલીસ આવી હરકતમાં.
પીએમ રિપોર્ટના આધારે હવે પોલીસ નોંધશે હત્યાનો ગુનો
શહેરના તાંદલજામાં પત્નીએ મુંબઈના પ્રેમી સાથે મળીને પતિની કરેલી હત્યાની હકિકત પરથી ચાર દિવસ બાદ પડદો ઉચકાતા ખળભળાટ મચી ગયો હતો. પતિના મૃતદેહની દફનવિધિ બાદ પત્નીએ એટેકથી મોતની સ્ટોરી પર ઉપજાવી હતી. જોકે, પરિવારને દાળમાં કંઇક કાળુ લાગતા પત્નીની પૂછપરછ કરી, જેમાં તે ભાંગી પડતા હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. આજે રવિવારે ચાર દિવસ બાદ કબસ્તાનમાં દફન કરાયેલા મૃતદેહને પોલીસે બહાર કાઢી તપાસ શરૂ કરી છે.
પત્નીએ હાર્ટ એટેકેથી નિધન થયું હોવાનું જણાવ્યું હતુ
શહેરના તાંલદજામાં ચોતરાવાળા ફળીયામાં રહેતો ઈર્શાદ અબ્દુલકરીમ બંજારા (ઉ.૩૨)નું નિકાહ આઠથી નવ વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશની ગુલબાનો સાથે થયા હતાં. ઈર્શાદ બે વર્ષની બાળકી સહિત ત્રણ સંતાનનો પિતા હતો. ગત તા.૧૯મીએ મોડી રાતે ઈર્શાદનું મોત થયું હતું. પત્નીએ મધરાતે સ્વજનોને બોલાવી ઈર્શાદના મોતનું કારણે હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. જુવાનજોધ દિકરાના મોતના માઠા સમાચારથી પરિવારને આઘાત લાગ્યો હતો. ઈર્શાદની પત્ની ગુલબાનોએ જણાવેલી હકિકત એક તબક્કે સ્વિકારી પરિવારે ઈર્શાદની દફનવિધી કરી હતી.
જે.પી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બીજી તરફ, પતિના મોત બાદ પત્નીની શંકાસ્પદ હરકતોએ પરિવારનું ધ્યાન ખેંચ્યું હતું. દરમિયાન મામી પર શંકા જતા ભાણીયા સાથે પરિવારના બીજા સભ્યોએ ફોનની તપાસ કરી હતી. જેમાં તોસીફઅલી (રહે.મુંબઈ)ના ઊપરા-છાપરી કોલ હતા. જેથી ગુલબાનો પર શંકા વધુ પ્રબળ બનતા પરિવારે વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરી હતી. જેમાં આખરે પત્ની ભાંગી પડી અને તા.૧૯મીની મોડી રાતે શું બન્યું? તેની સિલસિલાબદ્ધ વિગતો જણાવતા પરિવાર ચોંકી ઉઠયો હતો.
મૃતદેહને બહાર કાઢી પીએમ કરવામાં આવ્યું
આ બનાવ અંગે પરિવારે ગઈકાલે તા. ૨૨મીએ જે.પી. રોડ પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી રવિવારે સવારે આખરી મંઝીલ કબ્રસ્તાનમાં દફન ઈર્શાદનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડયો હતો. પ્રાથમિક કારણમાં ઈર્શાદને ગળે ટૂંપો દઈ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી.
આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 10.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું