મહાશિવરાત્રીના પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે રહ્યા હતા. ઐતિહાસિક સુરસાગર તળાવના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની ભવ્ય મહાઆરતીમાં તેઓ સહભાગી થયા હતા. સોનાથી મઢેલી વિરાટ શિવ પ્રતિમાના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી અને તમામ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.


સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની આરતી

પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે, "આજે આ મનોરમ્ય પ્રતિમા નિહાળી હું ધન્ય થયો છું. સાવલીવાળા સ્વામીએ જે સંકલ્પ કર્યો હતો, તે આજે તમામ ભક્તો અને સંતોના સહયોગથી પૂર્ણ થયો છે." આ વિરાટ પ્રતિમા વડોદરાની આધ્યાત્મિક ઓળખમાં વધારો કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશ વાસીઓને મહાશિવરાત્રીની શુભકામનાઓ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે ઈતિહાસ અને વર્તમાનનો ચિતાર આપ્યો હતો: રામ મંદિર: મોદીજીના શાસનમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. કાશી વિશ્વનાથ: ઔરંગઝેબે કાશી પર હુમલા કર્યા હતા, પરંતુ મોદીજીએ ભવ્ય કાશી કોરિડોર બનાવી તેની શોભા વધારી છે. સોમનાથ: મુગલોએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યા હતા, જ્યારે આજે મોદીજીના પ્રયાસોથી સોમનાથના ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગૃહમંત્રીએ અંતમાં સૌને શિવભક્તિમાં લીન થવા અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: