વડોદરા શહેરની આરટીઓ કચેરી દ્વારા ગત એપ્રિલથી અત્યારસુધી હાઈવે પર ગેરકાયદે ફરતા ભારદારી વાહનો સામે ૧૦,૪૭૭ કેસ કરી કુલ રૂા.૪.૬૫ કરોડનો દંડ વસૂલ્યો હતો. વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવર સ્પીડ, રોડ સેફટી, ફિટનેસ, પરમિટ અને ઓવરલોડ સહિત નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગત એપ્રિલથી ૧૭ નવેમ્બર દરમિયાન આરટીઓ કચેરી દ્વારા ૧૦,૪૪૭ કેસ કરી વાહન ચાલકો પાસે કુલ રૂા.૪.૯૫ કરોડનો વસૂલ્યો હતો. આ ઉપરાંત આરટીઓએ ૨૩૨ વાહનો ડિટેઈન પણ કયાં હતાં.


અન્ય વાહનો સામે કુલ રૂપિયા 1,87,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો

વડોદરા શહેરમાં ત્રણ દિવસમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાઇવેટ વાહનો દ્વારા ગેર કાયદેસર મુસાફરો હેરા ફેરી કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી કુલ કેસ 150 કરવામાં આવ્યા છે. આ સાથે 53 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતાં. આ સાથે અન્ય વાહનો સામે કુલ રૂપિયા 1,87,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

  • Follow us on: