વડોદરામાં શિક્ષણને શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લામાં આવેલા વાઘોડિયામાં એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિની છેડતી કરવામાં આવી હતી. આ લંપટ શિક્ષકનું નામ પ્રજ્ઞેશ પટેલ છે. આ લંપટે આ પહેલા પણ અન્ય વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાના મંદિરમાં જ શિક્ષકની આવા કુકર્મના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરતા હોબાળો
ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા રાજપુરા ગામની સ્વ. મણીબેન છોટાભાઈ પટેલ શાંતિનિકેત વિદ્યામંદિર શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરતા હોબાળો મચ્યો હતો. આ લંપટ શિક્ષકનું નામ પ્રજ્ઞેશ પટેલ છે. આરોપી લંપટ પ્રજ્ઞેશ પટેલ સામે આ પહેલા પણ વિદ્યાર્થિની સાથે અડપલા કરવાની ફરિયાદ ઉઠી હતી.
લંપટ શિક્ષક પ્રજ્ઞેશ પટેલ રજા ઉપર ઉતરી ગયો
રાજપુરા ગામમાં આવેલી સ્વ. મણીબેન છોટાભાઈ પટેલ શાંતિનિકેત વિદ્યામંદિર શાળામાં પ્રજ્ઞેશ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચેણે વિદ્યાર્થિની સાથે ક્લાસરૂમની બહાર શારીરિક અડપલા કર્યા હતા. જે કારણે વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ માતા-પિતાને કરી હતી. જે બાદ માતાપિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા લંપટ શિક્ષક પ્રજ્ઞેશ પટેલ રજા ઉપર ઉતરી ગયો હતો. આ મામલે જરોદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લંપટ શિક્ષકોના કારણે બાળકો હવે શાળામાં પણ સુરક્ષિત નહીં
વિદ્યાર્થિનીને ક્લાસ રૂમ પાસે ઉભી હતી, તે દરમિયાન શરીરના પીઠના ભાગે હાથ ફેરવીને આ લંપટ શિક્ષકે છેડતી કરી હોવાનો આરોપ વિદ્યાર્થિની દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રક્ષાબંધન પર આ શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. તે સમયે સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા સમગ્ર મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. આ શિક્ષકે આ પહેલા કેટલી વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા છે અને તેણે અન્ય વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કે દુષ્કર્મ આચર્યું છે કે કેમ એ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આવા લંપટ શિક્ષકોના કારણે બાળકો હવે શાળામાં પણ સુરક્ષિત રહ્યા નથી. આવા હવસખોર શિક્ષકોના કારણે વાલીઓમાં ભય સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો - હવે માત્ર એક રૂપિયામાં મળશે એક એકર જમીન, પૂરી કરવી પડશે સરકારની આ શરતો, છેલ્લી તારીખ પહેલા આ રીતે કરો અરજી