પાદરાની ગણપતપુરા ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો થયો છે. પંચાયતને અન્ય જગ્યાએ ખસેડવાના ઠરાવથી હોબાળો મચી જવા પામ્યો છે. ગણપતપુરાના લોકોએ આ ઠરાવનો વિરોધ કર્યો છે. ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બોલાવવામાં આવી છે.


ગણપતપુરા ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

વડોદરાના પાદરા તાલુકાની ગણપતપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામ સભામાં જર્જરિત ગ્રામ પંચાયતને મુળ જગ્યા પરથી અન્ય જગ્યાએ લઈ જવાનો ઠરાવ કરવા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગામની અન્ય પડતર માંગણીઓની રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનોને પોલીસની બીક બતાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામસભામાં હોબાળો થતાં જ પોલીસ પહોંચી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા કમરકસી હતી.


આ પણ વાંચોઃ Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન


  • Follow us on: