વડોદરા શહેર પોલીસ દ્વારા નવા વર્ષની થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને હોટલના સંચાલકો સાથે મીટિંગ યોજી હતી. મીટિંગમાં હોટલમાં અનિચ્છનિય બનાવ ટાળવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.
સીસીટીવી કેમેરા ચાલુ રાખવા સૂચના
એસીપી ડી.જે. ચાવડા અને સયાજીગંજના પીઆઈ સહિતના અધિકારીઓએ હોટલ સંચાલકોને સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, હોટલમાં રોકાતા લોકોની માહિતી પોલીસની પથિક એપમાં રેકોર્ડ કરવા અને કોઇ પણ ગુનાઇત કૃત્ય થાય તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા તાકિદ આપી હતી.













