રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા ઉપયોગને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા બાદ વડોદરા શહેરભરમાં પોલીસ દરોડા પાડી રહી છે.


13 વેપારીઓ સામે ગુનો નોંધાયો

વડોદરા શહેરમાં છેલ્લાં ૨૪ કલાકમાં વિભિન્ન વિસ્તારોમાં રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન વેચતા 13 વેપારીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે કુલ રૂ. 44,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા વેપારીઓમાં શહેરના વિવિધ વિસ્તારોના પાર્લર અને સ્ટોરના સંચાલકોનો સમાવેશ થાય છે

* વૈકુંઠ ચાર રસ્તા – શક્તિ પાન પાર્લર: નિકુંજ મુરારી રાજપુત

* સનફાર્મા – અટલાદરા રોડ: શ્રી શક્તિ પાન, હિતેશ રાયસંગ પરમાર

* વાઘોડિયા રોડ: દિપાલી પ્રોવિઝન સ્ટોર, કૃષ્ણકુમાર ગોવિંદપ્રસાદ ગુપ્તા

*  આજવા રોડ: પાન પાર્લર, સુરપાલસિંહ રમેશ ઠાકોર

* વૃંદાવન ચાર રસ્તા: સાગર પાન પાર્લર, અજય મુકેશ શેખડા

* છાણી – દુમાડ રોડ: ગણેશ પાન એન્ડ ટી, અભિષેકરાજ રણવીજયસિંહ રાજપુત

* બાજવા-કરોડિયા રોડ: ન્યુ અંબિકા હાઉસ, સંતોષ ભીખા સોલંકી

* બાજવા ત્રણ રસ્તા: મિત્તલ સ્ટોર, રોનક રમેશ ચૌહાણ

* પ્રતાપનગર ચાર રસ્તા: ગુલાબ પાન પાર્લર, મોહમ્મદસુફી ગુલામજીલાણી મલિક

* સ્વાતિ બસ સ્ટેશન: લાલજી પાન પાર્લર, રાજીવ નેમીચંદ જૈન

* ગોરવા – ભાઈલાલ અમીન હોસ્પિટલ પાસે: રાધે પાન, હિતેશ સુખરામ અગ્રવાલ

* જય ભોલે પાન: સુધીર રાજેશ્વર દુબે

* વિમલનાથ કોમ્પ્લેક્સ, ગોરવા: પટેલ પાન પાર્લર, પૃથ્વી રમણ પટેલ

વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

પોલીસે જણાવ્યું છે કે, રાજ્યના જાહેરનામાના પ્રતિબંધને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી ચાલુ રહેશે અને નિયમાનુસાર તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો----   Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ

  • Follow us on: