વડોદરા RTO વિભાગે વાહન વ્યવહાર સંબંધિત નીતિ-નિયમોનો ભંગ કરનાર બે વાહન ડીલરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બોગસ ફિટનેસ સર્ટિફિકેટ જારી કરવાના અને નિયમ વિરુદ્ધ નવા વાહનો વેચાણ કરવાનો મામલો બહાર આવતા આર.ટી.ઓ. વિભાગે આકરાં પગલાં લીધા છે.
એમડી મોટર્સ દ્વારા બોગસ ફિટનેસ સર્ટિફિકેટ અપાયા હતા
ઇન્ચાર્જ આર.ટી.ઓ. જે. કે. પટેલે માહિતી આપતા જણાવ્યું કે તપાસ દરમિયાન એમડી મોટર્સ દ્વારા બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ઉલ્લંઘનને પગલે વિભાગે એમડી મોટર્સનું લાયસન્સ 6 મહિનાં માટે રદ કરવાનો નિર્ણય કર્યો છે.













