વડોદરા શહેરમાં ગેસ બિલની બાકી રકમ ન ભરનાર ગ્રાહકો સામે ગેસ કંપની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફતેપુરા, યાકુતપુરા અને પાણીગેટ સહિતના વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ ચલાવી એક જ દિવસમાં અંદાજે રૂ. 10 લાખની વસૂલાત કરવામાં આવી હતી.


અત્યાર સુધી કુલ 61 ગેસ કનેકશન બંધ કરવામાં આવ્યા

અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ 61 ગેસ કનેકશન બંધ કરવામાં આવ્યા છે અને આશરે રૂ. 30 લાખની બાકી રકમ વસૂલવામાં આવી છે.

કડક પગલાં લેવાયા

લાંબા સમયથી બિલ ના ભરનારા ગ્રાહકોને અગાઉ નોટિસ આપ્યા બાદ પણ ચુકવણી ન કરતાં અંતે કડક પગલાં લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ

કાર્યવાહી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવી હતી. ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ બાકીદારો સામે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો----   United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું

  • Follow us on: