વડોદરાના નવાયાર્ડ સરસ્વતી નગરમાં કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ વિસ્તારમાં 7 દિવસ પહેલા રૂ. 14 લાખ ખર્ચી હલકીકક્ષાનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જ રોડ ફરી ખોદી નાખવામાં આવ્યો છે.


સ્થાનિકોમાં આ ઘટનાએ નારાજગી ફેલાવી છે

સ્થાનિકોમાં આ ઘટનાએ નારાજગી ફેલાવી છે. વિસ્તારના લોકોને પ્રશ્ન છે તે અધિકારીઓ એક જ રોડ, કેટલી વાર બનાવશે અને કેટલી વાર ખોદાશે

15 વર્ષમાં પહેલી વાર આ રોડ બનાવવામાં આવ્યો

વિગત મુજબ આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષમાં પહેલી વાર આ રોડ બનાવવામાં આવ્યો છે પણ કોન્ટ્રાકટરની મનમાની હવે જોવા મળી રહી છે.

14 લાખના ખર્ચે બનેલા રોડને હવે ફરીથી ખોદી કઢાયો છે

14 લાખના ખર્ચે બનેલા રોડને હવે ફરીથી ખોદી કઢાયો છે. કોન્ટ્રાક્ટર ડી.બી.પટેલે આ રોડ હજું તો 7 દિવસ પહેલાં જ બનાવ્યો હતો પણ હવે ડ્રેનેજ લાઇન નાખવા માટે ફરીથી રોડને ખોદવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો-----    Gujarat Latest News Live : બનાસકાંઠાના દાંતા પંથકમાં મહિલાનું હડકવાથી મોત, મહિલાએ રસી ન લીધી હોવાનું આવ્યું સામે

  • Follow us on: