વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે 56 પર મોટા ખાડાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોએ આ સમસ્યાને તત્કાળ હલ કરવા માગ કરી છે


ત્રણ જેટલા મસમોટા ખાડા પડ્યા

ધરમપુરના લાકડમાળથી નાનીવાહિયાળ સુધીના માર્ગ પર ત્રણ જેટલા મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.

રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખાડાઓના કારણે રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. લાંબા સમયથી ખાડાઓ ન પુરાતા લોકોમાં રોષ વધ્યો હતો. અંતે ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ નોંધાવ્યો.

હાઈવેના સુપરવાઈઝર અને તેમની ટીમને રોકી ઘેરાવ પણ કર્યો

આ દરમિયાન લોકોએ હાઈવેના સુપરવાઈઝર અને તેમની ટીમને રોકી ઘેરાવ પણ કર્યો હતો. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આજે સાંજ સુધીમાં ખાડાઓ પુરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

 રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી સમસ્યા અંગે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેમને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો છે.


આ પણ વાંચો----     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

  • Follow us on: