વલસાડમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંની એક જાણીતી હાઈરાઈઝ બિલ્ડિંગ 'સરદાર હાઇટ્સ' ના દમણગંગા વિંગના 13મા માળેથી એક 22 વર્ષીય યુવકે અચાનક નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. 13મા માળેથી યુવક નીચે પટકાતાં જ પ્રચંડ અવાજ થયો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


ખરાબ આર્થિક સ્થિતિથી કંટાળ્યો

મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય માનવ પટેલ તરીકે થઈ છે, જે ડોમિનોઝ (Domino's) કંપનીમાં ખાનગી નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી માનવની આર્થિક સ્થિતિ (ફાઇનાન્સિયલ કન્ડિશન) ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. આ નબળી આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય કટોકટીના કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો, જેથી કંટાળીને આખરે તેણે જીવન ટૂંકાવી લીધું હતું.

વલસાડ પોલીસ દ્વારા તપાસ શરૂ

આ કમનસીબ ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં વલસાડ સિટી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વલસાડ સિટી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકના આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પરિવારજનોની પૂછપરછ સાથે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: