વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામના ઉતારા ફળિયામાં એક યુવકની ચપ્પુના અસંખ્ય ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા DYSP સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
યુવતીની છેડતીને લઈને સમજાવવા જતા હત્યા કરાઈ
મળતી માહિતી મુજબ, ગામની એક યુવતીની કોઈ શખ્સ દ્વારા છેડતી કરવામાં આવતી હતી. આ બાબતે મૃતક યુવક આરોપીને સમજાવવા અને ઠપકો આપવા માટે ગયો હતો. જોકે, આવેશમાં આવેલા આરોપીએ સમજાવટને બદલે ઉશ્કેરાઈ જઈ યુવક પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.













