વલસાડ શહેરમાં નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ દુર્ઘટના બાદ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વલસાડ નગરપાલિકાના શાસકોના નિવેદનોએ આ ચર્ચામાં ઘી હોમવાનું કામ કર્યું છે.


GUDCના અધિકારી પર ભરાશે પગલાં: ચેરમેન

ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ નગરપાલિકાના વોટર કમિટીના ચેરમેન અમિષ દેસાઈએ શરૂઆતમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે GUDCના અધિકારીઓની દેખરેખના અભાવે આ દુર્ઘટના ઘટી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

પાલિકાના ચેરમેનને ભૂલ સમજતા નિવેદન ફેરવ્યું

જોકે આશ્ચર્યજનક રીતે ગણતરીના કલાકોમાં જ ચેરમેન અમિષ દેસાઈએ પોતાના નિવેદનમાં પલટી મારી હતી. પોતાની ભૂલ સમજાતા અથવા અન્ય કોઈ દબાણ હેઠળ, તેમણે સૂર બદલતા કહ્યું કે, "અમે સમગ્ર મામલે તપાસ કરાવીશું." અગાઉ જે અધિકારીઓ પર સીધા પગલાં લેવાની વાત કરી હતી, તેના બદલે હવે માત્ર નોટિસ આપીને સંતોષ માનવાની અને ટેકનિકલ તપાસ બાદ જ આગળ વધવાની વાત કહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: