ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગરના ચેરમેન શિશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ અને દક્ષિણ ઝોન કો -ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વલસાડ જિલ્લાની ટીમ દ્વારા નવનિર્મિત તાલુકા નાનાપોંઢામાં બે દિવસીય યોગ શિબિરનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.
સમગ્ર તાલુકાને યોગ તરફ વાળવાનો સંદેશો
30 જાન્યુઆરી સાંજે અને 31 જાન્યુઆરી સવારે એમ બે દિવસ નાનાપોંઢાની એન. આર. રાઉત હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે નાયબ મામલતદાર મનીષાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન કેતન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન મુકેશભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય વિનોદભાઈ રાઉત, હનુમાનભાઈ (કલ્પના પ્રી સ્કૂલ ચીવલ અને માંડવા) વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ અને સરપંચ સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોગા કર્યા હતા અને સમગ્ર તાલુકાને યોગ તરફ વાળવાનો સંદેશો આપ્યો હતો.













