વલસાડ જિલ્લામાં વધુ ESIC હોસ્પિટલની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આવામાં વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદમાં ઉમરગામમાં ESIC હોસ્પિટલ બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે લોકસભામાં ESIC હોસ્પિટલની માંગ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને આ મામલે રજૂઆત કરી છે.


ઉમરગામમાં ESIC હોસ્પિટલ બનાવાની માંગ

લોકસભા સાંસદ ધવલ પટેલે સંસદમાં ઉમરગામમાં ESIC હોસ્પિટલ બનાવવાની માંગ કરતા જણાવ્યું હતું કે, વલસાડથી ઉમરગામ સુધી એક આખો ઐદ્યોગિક ઉદ્યાન છે. જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે.આ કામદારોને સારવાર અર્થે વાપીમાં આવેલી ESIC હોસ્પિટલ જવું પડી રહ્યું છે. વસ્તીની સરખામણીમાં આ આરોગ્ય સુવિધા ઓછી છે. જે કારણે ઉમરગામમાં ESIC હોસ્પિટલ બનાવવામાં આવે, જેથી કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે. તેમણે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને આ વિનંતી કરી હતી.

વાપીમાં ફક્ત એક જ ECIC હોસ્પિટલ

આજે લોકસભામાં ધવલ પટેલે જણાવ્યું હતું કે, વલસાડથી ઉમરગામ સુધી એક આખો ઔદ્યોગિક ઉદ્યાન છે, જ્યાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. વાપીમાં ફક્ત એક જ ECIC હોસ્પિટલ છે, બાકીના દવાખાનાઓ છે. વસ્તીને ધ્યાનમાં લેતા આ સુવિધાઓ ખૂબ જ અપૂરતી છે. ઉલ્લેખનીય છે કે, આ માંગ સંતોષાય તો ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોના કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહેશે.


આ પણ વાંચો - Weather News : ગુજરાતમાં 'પૂર્વ'ના પવનોની અસર, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ, પણ સવારના સમયે ઠંડી વર્તાઈ



  • Follow us on: