બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આગથળા પોલીસને મોટી સફળતા મળી છે. ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક ડાઈવે રોડ પર એક મહિન્દ્રા થાર ગાડી નીલગાય સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થાર ગાડીમાં સવાર બુટલેગરો વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત ગાડીની તલાશી લેતાં તેમાંથી લાખો રૂપિયાનો નશાકારક પદાર્થ મળી આવ્યો હતો.
ગાડીમાંથી 358 કિલોથી વધુ પોષડોડા ઝડપાયા
અકસ્માતની જાણ થતાં જ આગથળા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જ્યારે લક્ઝુરિયસ મહિન્દ્રા થાર ગાડીની તપાસ કરી ત્યારે તેમાં છુપાવી રાખેલો મોટો નશીલા પદાર્થનો જથ્થો જોઈને ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી કુલ 358.78 કિલોગ્રામ ગેરકાયદેસર પોષડોડા (અફીણના ડોડાનો પાવડર) નો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કર્યો છે.













