વેરાવળ શહેરના સુભાષ રોડ પર એક આધેડ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 2 મહિલાઓ સહિત કુલ 6 લોકોએ આ હત્યા કરી હતી.


પથ્થર, પાઇપ અને લાકડીઓનો ઉપયોગ કરીને આધેડની હત્યા કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પથ્થર, પાઇપ અને લાકડીઓનો ઉપયોગ કરીને આધેડની હત્યા કરી હતી. હત્યા કરનારા લોકોમાં મૃતકનો સાળો, પાટલાસાસુ સહિતના પરિવારજનો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

 તમામ 6 આરોપીઓની ધરપકડ

ઘટનાના પગલે પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે. મર્ડરની ઘટના સ્થળની CCTV દૃશ્યો પોલીસ પાસે આવી ગયા છે, જે તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.


આ પણ વાંચો----    Surat: ફેમિલી કોર્ટે 7 વર્ષની દીકરીને દીક્ષા મામલે આપ્યો ચૂકાદો

  • Follow us on: