ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પીજીવીસી એલ વિભાગે તાલુકા વિસ્તારમાં મોટી વીજ ચેકિંગ ડ્રાઇવ યોજી વીજ ચોરી અને ગેરરીતિ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.


35 ટીમો અને 160 કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા

વીજ ચેકિંગના આ અભિયાન દરમિયાન 35 ટીમો અને 160 કર્મચારીઓ મેદાનમાં ઉતરી કુલ 580 વીજ જોડાણોની સઘન તપાસ કરી.

122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

તપાસમાં 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ અને રૂ. 38.60 લાખના વીજ બિલો ફટકારાયા. ગેરરીતિમાં મીટર ટેમ્પરિંગ, અનધિકૃત લોડ અને સીધી લાઇન જોડાણ મુખ્ય છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક સાથે તપાસ

વેરાવળ કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઇ હતી. ચેકિંગ અભિયાન વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એકસાથે કરવામાં આવ્યું.

 આવનારા દિવસોમાં પણ ચેકિંગ રહેશે

ગ્રામ્ય વિસ્તારોમાં ઉમરેઠી, જામ્બુર, ઉકડિયા, ખાંભા, વાંસવડ, પ્રાંસલી, અને વેરાવળના મોચી બજાર, મેઇન બજાર, શાંતિનગર સહિતના વિસ્તારોમાં તપાસો થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને ગેરરીતિ સામે કડક નિયંત્રણ રહેશે.


આ પણ વાંચો----   Vadodara : 27 લાખના ગાંજાના કેસના મુખ્ય સપ્લાયરને SOG પોલીસે છત્તીસગઢના નક્સલી જંગલમાંથી ઝડપી લીધો

  • Follow us on: