મહેસાણાના સતલાસણાના વજાપુર ગામ નજીક ડુંગર પાસે આવેલી ઊંડી ખીણમાં ડમ્પર ખાબક્યું છે. ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઈવર 50 ફૂટ પાણી ભરેલી ખાઈમાં ખાબક્યા છે. ડ્રાઇવર ડમ્પર બંને લાપતા છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી શોધખોળ આદરી છે.


સતલાસણામાં ખીણમાં ડમ્પર ખાબક્યું

સતલાસણાનાઆ ઘટનાની જાણ થતા થતા વિસનગર, પાલનપુર ફાયરની ટીમો અને મામલતદાર સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરવૈયા મારફતે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાણીમાં અંદર કાઈ દેખાઈ રહ્યું ન હોવાથી કેમેરો પાણીમાં ઉતારી તપાસ કરવામાં આવી છે.

30 કલાક બાદ ડમ્પર અને ડ્રાઈવરની બોડીને બહાર કાઢવામાં આવ્યા

સતલાસણા તાલુકાના સમરાપુર સીમમાં ગઈ કાલે બપોરે ડમ્પર ખીણમાં ખાબકયુ હતું. બીજા દિવસે NDRF ટીમને સફળતા મળી છે. 30 કલાક બાદ ડમ્પર અને ડ્રાઈવરની ડેડ બોડીને બહાર કાઢવામાં આવ્યા છે. ગાંધીનગર ની NDRF ટીમને 6 કલાકના ઓપરેશન બાદ સફળતા મળી છે.NDRF ટીમે હાઈડા મશીનની મદદથી ડમ્પરને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. NDRFની ટીમે મહામુસીબતે 50 ફુટ થી વધુ ઊંડા પાણીમાંથી ડમ્પર અને ડ્રાઈવરની ડેડ બોડી બહાર કાઢી ડ્રાઈવર ડમ્પરની કેબીનમા ફસાય ગયો હતો. મૃતદેહને પીએમ માટે સતલાસણા સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


  • Follow us on: