મહેસાણા અર્બન કો.ઓ. બેંકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજકીય ગરમાવા અને આક્ષેપ-પ્રત્યાક્ષેપ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં અંદાજે 48 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. બેંકના 8 ડિરેક્ટરોની પસંદગી માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ - વિકાસ અને વિશ્વાસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. બંને પેનલ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
કુલ 57 મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા ગોઠવવમાં આવી













