ગુજરાતમાં આજે સવારથી જ વરસાદે ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં 155 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ 9.29 ઈંચ વરસાદ અમદાવાદના દસક્રોઈમાં નોંધાયો છે.
દસક્રોઈ તાલુકમાં સૌથી વધુ 9.29 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં 155 તલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદના દસક્રોઈ તાલુકમાં સૌથી વધુ 9.29 ઈંચ વરસાદ નોંધાયો છે.મહેમદાવાદમાં 7.44, નડિયાદમાં 7.28, માતરમાં 6.06, કઠલાલમાં 4.72, વસોમાં 4.61, મહુધામાં 3.94, ખેડામાં 3.78, ઉમરેઠમાં 3.74, ભિલોડામાં 3.39, પાટણમાં 3.35, ધોળકામાં 3.27 અને ભાભરમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો છે.
સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ખાબકેલા વરસાદને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને કારણે 51 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 49 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. જ્યારે 21 જળાશયોને એલર્ટ પર રખાયા છે અને 21 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.