આજે વરસાદે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું હતું. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાથી રોડ, રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વરસાદને કારણે ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ખેતરો બેટમાં ફેરવાઈ જવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો હતો.


4 ફુટ થી વધુ પાણી ખેતરોમાં ભરાયાં

મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ચાર ફૂટથી વધુ પાણી ભરાયા હતાં. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારના અરઠી અને લાલાવાડા વચ્ચેના ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પાક ધોવાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.

કપાસ, મગફળી, જુવાર સહિતના પાકોને ભારે નુક્સાન

ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ચોમાસુ પાકને નુકસાન પહોંચ્યું હતું. કપાસ, મગફળી, જુવાર સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું.ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતો પાયમાલ થયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.


  • Follow us on: