અમદાવાદમાં વરસાદી માહોલ શાંત થયો છે. વરસાદ વરસાતાની સાથે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. તો રોડ રસ્તા પર વાહન ચલાવતા ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ચોમાસાની શરૂઆત થતા જ મુશ્કેલીઓની સંખ્યા પણ વધતી જાય છે. વરસાદે હાલ વિરામ લીધો છે. તો રસ્તા પર ભૂવા પડવાની સમસ્યાએ સ્થાનિકોને પરેશાન કર્યા છે. અમદાવાદના વિવિધ સ્થળો પર ભૂવો પડવાની ફરિયાદો ઉઠી રહી છે.
અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય













