ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો અને વાયરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યાં છે. વરસાદની સિઝનમાં તાવ અને ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થયો છે. ત્યારે બીમારી વધતાં બીમારીની દવાઓના ભાવમાં પણ વધારો થયો છે.સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ચોમાસામાં સિઝનલ બિમારીની દવાઓ લેવી હવે મોંઘી પડશે.


સિઝનલ બીમારીની દવાઓના ભાવમાં વધારો

અમદાવાદમાં ચોમાસામાં રોગચાળો વકરી રહ્યો છે. સિઝનલ બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આ પ્રકારની બીમારીની દવાઓના ભાવમાં વધારો થવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. એક તરફ મોંઘવારી પણ આસમાને પહોંચી છે. બીજી તરફ સિઝનલ બીમારીને કારણે દવાઓનો ખર્ચો પણ વધી રહ્યો છે. ત્યારે રૂટીન તાવ અને શરદીની દવામાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

મધ્યમ વર્ગના લોકો માટે સારવાર મોંઘી થઇ

અમદાવાદમાં એન્ટિબાયોટિક, પેઈન કિલર જેવી દવાઓના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. મધ્યમ વર્ગના લોકો માટે સારવાર મોંઘી થઈ રહી છે. ઉધરસ માટેની કફ સિરપના ભાવ 80થી 100 રૂપિયા સુધી થઈ ગયાં થે. એન્ટિબાયોટિક 150થી લઈને 250 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહી છે. સિઝનલ બીમારી વધતાં દવાઓના ભાવ પણ વધી ગયાં છે. આસમાને પહોંચેલી મોંઘવારીથી મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે.


  • Follow us on: