ગુજરાતમાં ગઈકાલથી જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આજે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આજે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.


સૌથી વધુ 8.7 ઈંચ વરસાદ અમદાવાદના દસક્રોઈમાં નોંધાયો

રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 142 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ 8.7 ઈંચ વરસાદ અમદાવાદના દસક્રોઈમાં નોંધાયો હતો. આ ઉપરાંત મહેમદાવાદમાં 6.2, કઠલાલમાં 3.8, નડીયાદમાં 3.7, માતરમાં 3.5, ભિલોડામાં 3.3, ભાભરમાં 3.2, ઉમરેઠમાં 3, વઘઇમાં 2.7 જ્યારે બાવળા, કાંકરેજ અને પાટણમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ખાબકેલા વરસાદને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને કારણે 51 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 49 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. જ્યારે 21 જળાશયોને એલર્ટ પર રખાયા છે અને 21 જળાશયો વોર્નિંગ પર રખાયા છે. 

  • Follow us on: