ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી સાત દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.


બપોરે 12 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ બોડેલીમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરપાડામાં 2.2, ગરબાડામાં 2, પાવી જેતપુર,જાંબુઘોડા અને સોનગઢમાં 1.7, છોટાઉદેપુરમાં 1.6, પાદરામાં 1.5, સુરત શહેરમાં 1.4, ગોધરામાં 1.4, પલસાણામાં 1.4, બારડોલી, નવસારી અને વ્યારામાં 1.3, ડોલવણ,આંકલાવ અને કામરેજમાં 1.1, વાઘોડીયા અને વાલોડમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


  • Follow us on: